ગુરુવર્ય · અન્ન, શિક્ષણ અને સેવાના દીવા

ગુરુ મહંત શ્રી મુક્તાનંદ બાપુ

ગુરુ મહંત શ્રી મુક્તાનંદ બાપુએ ૧૨ વર્ષની ઉંમરથી જ સાધુ બન્યા અને સૌરાષ્ટ્રથી ભારતભર સુધી અન્ન, શિક્ષણ, આરોગ્ય અને આશ્રમ સેવાનો વિશાળ ચતુર્સ્કંધ ઉદ્યોગ ઊભો કર્યો છે.

વિદ્યાર્થી

હોસ્પિટલના બેડ

દૈનિક ભોજન (પ્રયાગરાજ)

ભારતભરના આશ્રમો

સેવા સમયરેખા

અન્ન, શિક્ષણ અને સેવાનો પથ

૦૧

૧૨ વર્ષની ઉંમર

સાધુ જીવનનો આરંભ

ગુરુ મહંત શ્રી મુક્તાનંદ બાપુએ ૧૨ વર્ષની ઉંમરથી જ સાધુ બન્યા.

૦૨

સૌરાષ્ટ્ર ભ્રમણ

ભક્તિનો પ્રસાર

પછી આખા સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરી અને વિસાવદરના ચાપરડા ગામમાં નાની સતાધાર સુરેશ્વર ધામમાં ભક્તિની શરૂઆત કરી.

૦૩

અત્યારે

જય અંબે હોસ્પિટલ — ૨૦૦ બેડ

અત્યારે ચાપરડામાં ૨૦૦ બેડની જય અંબે હોસ્પિટલ સેવારત છે, અને ૮૨ ગામમાં જય અંબે પશુ દવાખાનાં ચાલે છે.

૦૪

૩૩ ગામ

શાળા અને બાળ મંદિર

વિસાવદરના તેત્રીસ ગામમાં સરકારી શાળા અને બાળ મંદિરનું બાંધકામ બાપુએ કરાવી આપ્યું.

૦૫

નિઃશુલ્ક શિક્ષણ

જૂનાગઢ, અમરેલી, સોમનાથ, નેશડા

જૂનાગઢ, અમરેલી, સોમનાથ અને નેશડામાં રહેતા બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની શાળાઓની સ્થાપના કરી, જેથી નેશડાના બાળકો અશિક્ષણ અને વિદ્યાથી વંચિત ન રહે.

૦૬

ચાપરડા

અંધ આશ્રમ

ચાપરડામાં અંધ આશ્રમની સ્થાપના કરી.

૦૭

બ્રહ્માનંદ ધામ

મહાવિદ્યાલયો અને કોલેજ

વિસાવદરના બ્રહ્માનંદ ધામમાં સીબીએસ વિદ્યાલયમાં સ્પોર્ટ્સ સ્કૂલ, બીબીએ, એમબીએ, બી.એડ., પીટીસી, નર્સિંગ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરી, તેમજ ઇંગ્લિશ સ્કૂલની પણ સ્થાપના કરી.

૦૮

દેલવાડા

ગુપ્ત પ્રયાગ — વૃદ્ધાશ્રમ અને ગૌશાળા

દેલવાડા ગામના ગુપ્ત પ્રયાગમાં વૃદ્ધાશ્રમ, ગૌશાળા અને પિતૃ મોક્ષ કાર્યક્રમ કરાવ્યા.

૦૯

ટિફિન સેવા

ઉના, દેલવાડા, દીવ, ઘોઘલા

ઉના, દેલવાડા, દીવ, ઘોઘલા અને બીજા આસપાસના નાના ગામોમાં વૃદ્ધોને ટિફિન સેવા પ્રદાન કરી.

૧૦

મેન્દરડા

આશ્રમ અને અન્નક્ષેત્ર

મેન્દરડા આશ્રમ અને અન્નક્ષેત્ર બનાવ્યા.

૧૧

ગાંધીનગર

પેથાપુર — વૃદ્ધાશ્રમ અને ગૌશાળા

ગાંધીનગરના પેથાપુર ગામમાં વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું નિર્માણ કર્યું.

૧૨

જૂનાગઢ

પ્રેમાનંદ વિદ્યાલય — ૫૦૦૦ વિદ્યાર્થી

જૂનાગઢમાં બિલનાથ મહાદેવ પાસે પ્રેમાનંદ વિદ્યાલય બનાવ્યું, જ્યાં હાલમાં ૫૦૦૦ બાળકો ભણે છે. ત્યાં બપોરે ૩૦૦ થી વધુ અને સાંજે ૨૮૫ થી વધુ વૃદ્ધો માટે ટિફિન સેવા પ્રદાન કરવામાં આવે છે.

૧૩

મેન્દરડા · બિલખા · વિસાવદર

વૃદ્ધો માટે ટિફિન સેવા

મેન્દરડા, બિલખા અને વિસાવદરમાં પણ વૃદ્ધો માટે ટિફિન સેવા પ્રદાન કરવામાં આવે છે.

૧૪

બિલખા

ગોપાલાનંદ આશ્રમ — સાધુ સેવા

બિલખાના ગોપાલાનંદ આશ્રમમાં ભારતભરના કોઈ પણ અખાડાના સાધુઓ — જે બીમાર, અશક્ત, વૃદ્ધ અથવા નિઃસહાય હોય — તેમને રહેવાની, જમવાની અને હોસ્પિટલની સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક મળે છે અને તેમની કાળજી રાખવામાં આવે છે.

૧૫

અગ્નિ અખાડા

યાત્રાધામોમાં અન્નક્ષેત્ર

શ્રી શુભપંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મુક્તાનંદ બાપુ તરફથી જૂનાગઢ, ભવનાથ, ઉજ્જૈન અને પંજાબમાં યાત્રાધામના તીર્થયાત્રીઓ માટે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું.

૧૬

કચ્છ ભૂકંપ

અધોઈ ગામ — લાખો ભક્તોને ભોજન

કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે અધોઈ ગામમાં લાખો ભક્તોને ભોજન કરાવવામાં આવ્યું હતું, અને આ ગામમાં બાળકો માટે શાળાની સ્થાપના કરવામાં આવી.

૧૭

નેપાળ ભૂકંપ

બે ગામનું પુનર્નિર્માણ

નેપાળમાં ભૂકંપથી બે ગામોને નુકસાન થયું, ત્યારે તે બંને ગામનું પુનર્નિર્માણ કરાવવામાં આવ્યું.

૧૮

જૂનાગઢ જિલ્લો

રોજ ૧૫૦૦ થી વધુ ટિફિન

જૂનાગઢ જિલ્લાના નાના-નાના ગામોમાં રોજ આશરે ૧૫૦૦ થી વધુ ટિફિન પહોંચાડવામાં આવે છે.

૧૯

મિઝોરમ

૧૫૦ બાળકોનું દત્તક

મિઝોરમમાં થતા હિંદુઓના ખ્રિસ્તીધર્મમાં ધર્માંતરને અટકાવવા માટે ૧૫૦ બાળકોને દત્તક લીધા, જે અત્યારે ચાપરડાના પ્રેમાનંદ ધામમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ વસવાટ કરે છે.

૨૦

ભારતભર

૨૭ આશ્રમો

ભારતભરમાં ૨૭ આશ્રમોનો ઉલ્લેખ થાય છે. અગ્નિ અખાડા સહિત પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને તામકેશ્વરમાં આશ્રમની બિલ્ડિંગનું બાંધકામ બાપુએ કરાવી આપ્યું.

૨૧

પ્રયાગરાજ

રોજ એક લાખ થી વધુ ભક્તોને ભોજન

પ્રયાગરાજમાં રોજ એક લાખ થી વધુ ભક્તોને ભોજન, પ્રસાદ, ભગવા રંગના ધાબળા, ટી-શર્ટ, ટોપી અને મોજા પ્રદાન કરવામાં આવે છે.

૨૨

કુંભ મેળા

નાસિક તામકેશ્વર — ધાબળા અને છત્રી

નાસિક તામકેશ્વર કુંભ મેળામાં ધાબળા અને છત્રીનું વિતરણ કરવામાં આવે છે.

ભવિષ્યની યોજના

આગામી સેવા કાર્યો

  • નાસિક, તામકેશ્વર, હરિદ્વાર, કાશી, પ્રયાગરાજ

    બાપુના મતે ભવિષ્યમાં નાસિક, તામકેશ્વર, હરિદ્વાર, કાશી અને પ્રયાગરાજમાં પણ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવશે.

ગુરુ મહંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી અન્ન, શિક્ષણ અને ભક્તિનો દીવો અખંડ પ્રગટતો રહે.

દાન દ્વારા સહયોગ