ગુરુવર્ય · સેવા અને ભક્તિના માર્ગદર્શક

મહાન શ્રી ભાસ્કરાનંદ બાપુ

મહાન શ્રી ભાસ્કરાનંદ બાપુએ ૨૬ વર્ષની ઉંમરે સાધુ બન્યા અને દુનિયાસામે લડીને સમાજ સેવાના કાર્યોનો આરંભ કર્યો. આયુર્વેદ, અન્નદાન, ગૌશાળા, હનુમાન ભક્તિ અને પ્રવાસી સેવા — આ સર્વે તેમના જીવનની અખંડ સાધના છે.

ફુલલિયા હનુમાનમાં વર્ષ

ગાયનો વાસ

પાગલ આશ્રમમાં વસતી

વર્ષ આયુર્વેદ શિક્ષણ

સેવા સમયરેખા

ભક્તિ અને સમર્પણનો પથ

૦૧

૨૬ વર્ષની ઉંમર

સાધુ જીવનનો આરંભ

મહાન શ્રી ભાસ્કરાનંદ બાપુએ ૨૬ વર્ષની ઉંમરે સાધુ બન્યા. ત્યારથી બાપુએ દુનિયાસામે લડીને સમાજ સેવાના કાર્યોનો આરંભ કર્યો.

૦૨

જૂનાગઢ પછી · ૭ વર્ષ

હિમાચલમાં આયુર્વેદિક શિક્ષણ

જૂનાગઢ પછી હિમાચલમાં સાત વર્ષ સુધી આયુર્વેદિક ઔષધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.

૦૩

૧ વર્ષ

મેલડી મંદિર, મોરબી

મોરબીના લાલપરની બાજુમાં મેલડી મંદિરમાં એક વર્ષ સુધી વસવાટ કર્યો.

૦૪

૧ વર્ષ

શરણેશ્વર મહાદેવ, હાલવદ

હાલવદમાં શરણેશ્વર મહાદેવ પાસે એક વર્ષ સુધી રહ્યા.

૦૫

૩ વર્ષ

ભારડી ખોડિયાર માતા, રૂણશર

વાંકાનેર તાલુકાના રૂણશર ગામમાં ભારડી ખોડિયાર માતાજી પાસે ત્રણ વર્ષ સુધી ભોજન તથા આયુર્વેદિક ઔષધિનું નિઃશુલ્ક વિતરણ કર્યું.

૦૬

મોરબી

ઘુટ્ટુ ગામ — ઔષધિ વિતરણ

મોરબીના ઘુટ્ટુ ગામમાં આયુર્વેદિક દવાનું વિતરણ કરાવ્યું.

૦૭

૨ વર્ષ

હરીપર, લાલપર — ભોજન અને દવા

લાલપર તાલુકાના હરીપર ગામમાં બાપાસીતારામ મધુલા ખાતે બે વર્ષ સુધી દવા અને ભોજનની સેવા ચલાવી.

૦૮

૫ વર્ષ

વાછડાવાવ ધામ — અતિરુદ્ર યજ્ઞ

ત્યાંથી ખંભાળિયામાં વાછડાવાવ ધામમાં પાંચ વર્ષ રહ્યા. તે દરમિયાન દૂધિયા ગામમાં અતિરુદ્ર યજ્ઞનું મહાઆયોજન કરાવ્યું, જેમાં સર્વે ભક્તો માટે મહાભોજન સમારંભ તથા યજ્ઞ કરાવાયો.

૦૯

ગૌશાળા સેવા

માધવ ગૌશાળા અને કચ્છ

ત્યાંથી પછી મોરબીમાં ગૌચર દબાણ અભિયાન અંતર્ગત રવાપર ગામમાં ગૌશાળા પ્રસ્તાવ મૂક્યો અને મોરબીમાં માધવ ગૌશાળા બનાવી, જ્યાં અત્યારે ૩૦૦ ગાયનો વાસ છે. કચ્છના કીડીયાનગરમાં પણ ગૌશાળા બનાવી.

૧૦

હર્ષદ લાંબા

પદયાત્રી આશ્રમ

હર્ષદ લાંબામાં પદયાત્રીઓ માટે આશ્રમ બનાવ્યો.

૧૧

નિઃશુલ્ક ઉપચાર

દેશી દવાઓથી સેવા

પીડિત દર્દીઓને દેશી દવાઓથી ઉપચાર આપી તેમની સારવાર કરી નિઃશુલ્ક સેવા પ્રદાન કરી.

૧૨

૨ વર્ષ

કીડીયાનગર, રાપર

કચ્છના કીડીયાનગર, રાપર તાલુકામાં બે વર્ષ સુધી રહ્યા.

૧૩

લાંબા બંદર

પાગલ આશ્રમ, હર્ષદ

લાંબા બંદર, હર્ષદ ગામમાં પાગલ આશ્રમ ચાલુ કર્યો, જેમાં ૨૦ પાગલં રહેતા અને તેમને જરૂરિયાત મુજબ સેવા અપાવવામાં આવતી.

૧૪

૩ વર્ષ

બાઘડી સંગમ, દેવાસ (MP)

પછી ગુરુના આદેશે મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના ખાટેગાંવ તાલુકાના બાઘડી સંગમમાં ત્રણ વર્ષ સુધી ગૌશાળા અને અન્નક્ષેત્ર ચલાવ્યું.

૧૫

લાંબા આશ્રમ

ગુરુના આદેશ પછી પરત

પછી લાંબા આશ્રમમાં પાછા પરત આવ્યા.

૧૬

૩ વર્ષ

ખંભાળિયામાં વસવાટ

લાંબા આશ્રમથી બાપુ ત્રણ વર્ષ ખંભાળિયામાં રહ્યા.

૧૭

૧૮ વર્ષ

શ્રી ફુલલિયા હનુમાન — સોમવાર ગીરી

શ્રી ફુલલિયા હનુમાન, સોમવાર ગીરીમાં બાપુ અઢાર વર્ષ રહ્યા, બાળ ભોજન અને ગૌ સેવાના કાર્યો કરતા, પવિત્ર દ્વારકા ટ્રાવેલ કેમ્પ તથા પ્રવાસીઓને સેવા પ્રદાન કરતા.

૧૮

૮ વર્ષ

પરસોત્તમ ભારતી — કેશોદ

અઢાર વર્ષ પછી પરસોત્તમ ભારતીએ કેશોદમાં આઠ વર્ષ સુધી ફુલલિયા આશ્રમ સંભાળ્યો.

૧૯

પ્રવાસી સેવા

અન્નક્ષેત્ર અને ટિફિન સેવા

પ્રવાસીઓ માટે અન્નક્ષેત્ર અને હોસ્પિટલમાં ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી.

૨૦

અત્યારે

મેળા અને પરિક્રમામાં સેવા

અત્યારે શિવરાત્રિ મેળા, પરિક્રમા, ભંડારા અને કુંભ મેળામાં સેવા પ્રદાન કરવા માટે ગુરુ મહારાજ તરફથી આજ્ઞા પ્રાપ્ત થઈ છે.

ભવિષ્યની યોજના

આગામી સેવા કાર્યો

  • વૃદ્ધો માટે ટિફિન સેવા

    ભવિષ્યમાં સૌરાષ્ટ્રના બધા ગામોમાં વૃદ્ધોની સહાય માટે ટિફિન સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે.

  • કિડની ડાયલિસિસ મશીન

    ભવિષ્યમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લામાં કિડની ડાયલિસિસની મશીનો પ્રદાન કરી નિઃશુલ્ક સેવા પ્રદાન કરવામાં આવશે.

  • ગીર ગૌશાળા — દર જિલ્લામાં

    સૌરાષ્ટ્રના બધા જિલ્લામાં અન્નક્ષેત્ર સાથે ગીર ગૌશાળા બનાવવામાં આવશે, જેમાં ૧૦૦ ગાયનો વાસ થશે.

બાપુના ચરણોમાં શ્રદ્ધા — હનુમાન ભક્તિ અને સેવાનો માર્ગ અખંડ ચાલતો રહે.

મંદિર દર્શન